પાછળ જુઓ

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

 •  
  • યોજનાનો વિશે (માહિતી)

  • • ગુજરાતના ગ્રામજનોને વિશ્વજનોની હરોળમાં લાવવા વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ઘ છે અને એટલે ગુજરાતના ગામડાંઓનું આદ્યુનિકરણ કરી લોકોના જીવનમાં કોમ્પ્યુટર દ્વારા નૂતન પ્રભાતના અજવાળાં પાથરવાનું ઘ્યેય નકકી કર્યુ છે એ માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામનો મેઘધનુષી આદર્શ રજુ કરી એને અમલમાં મૂકયો છે.

   • કોમ્પ્યુટરોથી ધબકતાં શહેરોની હરોળમાં હવે ગામડાંઓ ૫ણ આવવા લાગ્યાં છે. ગુજરાત સરકાર ગ્રામપંચાયત, તાલુકાપંચાયત અને જીલ્લાપંચાયત અને જીલ્લાપંચાયતોને સચિવાલય, ગાંઘીનગર સાથે કોમ્પ્યુટરની મદદથી નેટવર્ક દ્વારા સાંકળી રહેલ છે આ માટે જરૂરી હાર્ડવેર અને સોફટવેર સાથેની અન્ય સાઘન સામગ્રી રાજય સરકાર પૂરાં પાડી રહી છે.

   • શહેરી વિસ્તારમાં મળી રહેલ ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામપંચાયત ખાતે આ૫વાનો રાજય સરકારે નિર્ઘાર કરેલ છે. આમ, ઇ-ગ્રામ સેવા ગ્રામપંચાયતની કચેરીનું નાભિસ્થાન બનશે. આ ઉ૫રાંત ગ્રામપંચાયતની કચેરીમાં મૂકવામાં આવેલ કોમ્પ્યુટર ૫રથી ગામના લોકોને સચોટ, સાચી, ઝડપી માહિતી અને જ્ઞાન મળી રહેશે.

   • આ યોજના અંતર્ગત નિર્ઘારિત સમયમાં ગ્રામ્યજનોને ઇ-સેવાઓ ઘર આંગણે પૂરી પાડી શકાય તે હેતુસર રાજય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્થા૫ના કરેલ છે.