પાછળ જુઓ

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

 •  
  • ઈ-ગ્રામ યોજના અંતર્ગત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સંબંધિત પ્રવર્તમાન પરિસ્થિતિ

  • ૧. ઇગ્રામ પંચાયત

   • કુલ ૧૩૬૯૩ ગ્રામપંચાયતોને કોમ્પ્યુટર હાર્ડવેર તથા સોફટવેર પૂરા પાડવામાં આવેલ છે.

   • એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ સોફટવેરના ઉ૫યોગથી પ્રથમ તબકકામાં મુખ્યત્વે ઇ-ગ્રામ દ્વારા જન્મ-મરણનું પ્રમાણ૫ત્ર વગેરે અને સરકારી વિવિધ યોજનાઓના ફોર્મસ/ અરજી૫ત્રકોની ઉ૫લબ્ઘતા.

   • ગ્રામ્યકક્ષાએ ખેડૂતને આ૫વાના થતાં ૭/૧૨ અને ૮/અ ના ઉતારા વગેરેની માહિતી તાલુકા જીલ્લા કક્ષાના સર્વર ઉ૫રથી ગ્રામપંચાયત ખાતે ઉ૫લબ્ઘ કરાવવા.

   • અત્યાર સુધીમાં એક લાખથી વધુ ૭/૧૨ અને ૮/અ ના ઉતારાની નકલો ગ્રામ પંચાયત ખાતેથી પૂરી પાડવામાં આવી.

   • રાજયના તમામ તલાટી-કમ-મંત્રીઓને ઇ-ગ્રામ સોફટવેરથી તાલીમબદ્ઘ કરવામાં આવેલ છે.

   • પંચાયતીરાજ સંસ્થાઓના ૫દાઘિકારીઓને કોમ્પ્યુટરની તાલીમ આ૫વામાં આવી રહેલ છે.   ૨. તાલુકા પંચાયત

   • બે કોમ્પ્યુટર્સ, ટચ સ્ક્રીન કિઓસ્ક અને મેનપાવર સપોર્ટ સાથે તાલુકા ઇન્ફોર્મેશન સેન્ટરની સ્થા૫ના.

   • તાલુકા પંચાયતની કચેરીઓ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાયેલ છે.

   • ડાયરેકટ ડિજીટલ રિસેપ્શન સિસ્૮મની ટી.વી.ની સગવડતા સાથે વ્યવસ્થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે)

   • પ્રથમ તબકકામાં એન.આઇ.સી. ગાંઘીનગર દ્વારા વિકસાવવામાં આવેલ ઇ-પ્રાઇમા સોફટવેર મારફત ગ્રામપંચાયતના હિસાબોની માહિતી તાલુકા પંચાયત ખાતેથી ઓનલાઇન.   ૩. જીલ્‍લા પંચાયત

   • તમામ જીલ્લા પંચાયતનું ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક (GSWAN) સાથે જોડાણ.

   • ૪૪ કોમ્પ્યુટર્સ, ટચ સ્ક્રીન કિઓસ્ક અને આસી.પ્રોગ્રામર અને ડેટા- એન્ટ્રીઓ૫રેટર સાથેનો મેનપાવર સપોર્ટ સાથે ઉ૫લબ્ધિ

   • ડાયરેકટ ડિજીટલ રિસેપ્શન સિસ્ટમની ટી.વી.ની સગવડતા સાથે વ્યવસ્થા (માહિતીનો પ્રચાર-પ્રસાર તેમજ પંચાયતોના સભ્યો અને કર્મચારીઓની તાલીમ માટે)

   • જીલ્લા પંચાયત ખાતે વિડીયો કોન્ફરન્સની સગવડતા ઉ૫લબ્ઘ.