પાછળ જુઓ

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના

  •  
    • કોમન સર્વ‍િસ સેન્‍ટર શા માટે ?

    • આજે આખું વિશ્વ ઝડ૫થી ભૌતિકમાંથી ડિજિટલ સ્‍વરૂ૫માં ૫રિવર્તન પામી રહ્યું છે. મોટા ભાગની દૈનિક કામગીરી કરવાની ૫દ્ઘતિ ઝડ૫થી બદલાઇ રહી છે. માહિતી પ્રૌદ્યોગિકીના ઉ૫યોગથી શિક્ષણથી માંડીને તમામ બેંકિંગ પ્રવૃત્ત‍િ ઝડ૫થી બદલાઇ રહી છે. માહિતી પ્રૌદ્યોગિકીના ઉ૫યોગથી શિક્ષણથી માંડીને તમામ બેંકિંગ પ્રવૃત્ત‍િઓ સહિત, નાણાં જમા કરાવવા/ તેની ચુકવણી કરવાની કામગીરી સરળતાથી થઇ રહી છે. માહિતી ડિજિટલ સ્‍વરૂપે વિતરિત થતી હોવાના કારણે કાર્યક્ષમતા, પારદર્શ‍િતા અને ઉત્તરદાયિત્‍વમાં વધારો થયો છે અને સંચાલન ખર્ચમાં ઘણો ધટાડો થયો છે.