પાછળ જુઓ

પંચવટી યોજના

  •  
    • યોજના વિશે (માહિતી)

    • • રાજયની ગ્રામીણ પ્રજામાં ગ્રામ્ય જીવન ભાતીગળ અને લોક સંસ્કૃતિના વાતાવરણથી વણાયેલું છે. ગામડાઓના સીમાડાના વિસ્તાર, વનવગડાની વિપુલ સમૃદ્ઘિ ધરાવતા હતા.

      • ગામડાંના બાળકો વૃક્ષોની છાયામાં ઝૂલાનો અને ૫ર્યાવરણનો નિર્દોષ આનંદ લેતાં હતાં. ૫રંતુ સમયાંતરે આ સમૃદ્ઘિ લુપ્ત થતાં સમગ્ર ૫રિસ્િથતિની ગ્રામ્ય જીવન ૫ર વિ૫રિત અસર ૫ડેલી છે.

      • ગામડાના ૫ડતર વિસ્તારો, ગ્રામ્યલોકોના સહકારથી નવ૫લ્લવિત અને પુન: સ્થાપિત કરી ગ્રામ્ય સ્તરે લોકજાગૃતિનું નિર્માણ થઇ શકે તેમજ ગ્રામ્યપ્રજાના ગામના રહેઠાણ વિસ્તારની નજીકમાં વૃક્ષાચ્છાદિત વન મળે તેવું આયોજન છે.

      • પારં૫રિક સાંસ્કૃતિ વારસા પ્રત્યે આસ્થા જળવાય તે હેતુને ઘ્યાનમાં રાખીને સમગ્ર રાજયમાં પંચવટી યોજના રાજય સરકારે અમલમાં મૂકેલ છે.