પાછળ જુઓ

પંચવટી યોજના

 •  
  • યોજનાના અમલી કરણ અંગેની પૂર્વ શરતો અને યોજનાનું માળખું

  • • પંચવટી યોજના, ગામની નિશાળ પાસે, ગામમાં આવેલ ગ્રામવન નજીક અથવા જાહેર હેતુ માટે ખુલ્લી રાખેલ જમીનમાં ૧૦૦૦ ચો.મી. અથવા તેથી વઘુ વિસ્તારવાળી સમથળ જમીન ૫ર આકાર લઇ શકશે.

   • રૂ.૫૦ હજાર લોકફાળો કરવાનો રહેશે.

   • પંચવટી યોજના વિસ્તારની ફરતે વાડ (ફેન્સીંગ) ની વ્યવસ્થા કરવાની તેમજ સુશોભિત પ્રવેશદ્વાર બનાવવાનું રહેશે.

   • મોટા ગામડાઓ કે નગર પાલિકા વિસ્તારની નજીક આવેલા હોય તેવા પ્રવાસન સ્થળો અથવા જે ગામની વસ્તી ૫૦૦૦ થી વધારે હોય તેને અગ્રિમતા આ૫વાની રહેશે.

   • આ કાર્ય, વન અને ૫ર્યાવરણ વિભાગના સક્રિય સહયોગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

   • આ જગ્યામાં ચાલવા માટે ''વોકિંગ ટ્રેક" ની સગવડો ઉભી કરાશે.

   • આ જગ્યામાં વીજળીની વ્યવસ્થા રાખવાની રહેશે. જેમાં સોલર લાઇટીંગની વ્યવસ્થા ઇચ્છનીય રહેશે.

   • આ યોજનાનો વિકાસ ઇકો ટુરિઝમની યોજનાને ઘ્યાનમાં લઇ કરવાનો રહેશે.

   • આ યોજનાને અડીને ગામતળાવ આવેલ હોય તો નૌકાયાન અને તેના માટેની જરૂરી સુવિઘાઓ ૫ણ વિકસાવી શકાશે.

   • આ પંચવટી યોજનાની નિભાવણી માટે ગુજરાત પંચાયત અઘિનિયમ-૧૯૯૩ ની જોગવાઇઓની મર્યાદામાં રહીને આવકનાં સાઘનો ગ્રામપંચાયત ઉભાં કરી શકશે.

   પ્રાચીનકાળે વનવાસ ભોગવતા શ્રી રામચંદ્રજી જે જંગલમાં રહેતા હતા તે ‘પંચવટી’ હતું. તેઓ જ્યાં નિવાસતા હતા તે કુટિરની આસપાસ વનરાજી ખીલવતા, ગામડાની હવા ચોખ્‍ખી થાય. મધમધતી વનરાજીથી નૈસર્ગિક દ્દશ્‍યો આંખને ઠારે ! ચારે તરફ હરિયાળીજ હરિયાળી... એવું લાગે જાણે ધરતીએ લીલીછમ ઓઢણી ન ઓઢી હોય !