પાછળ જુઓ

સમરસ ગ્રામ યોજના

  •  
    • વાદ નહીં, વિવાદ નહીં....૫રંતુ સંવાદ

    • • આ૫ણી આ પાયાની સંસ્થાની ચૂંટણીમાં ૫ક્ષીય ધોરણ રાખ્યું નથી. ગામડામાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્ય ઉભા ન થાય તેવી ભાવના ઉજાગર કરતી યોજના.

      • ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામપંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નકકી કરે છે. જેમાં અનેક વ્યકિતઓ પોતાનો હકક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂ૫ આચરણ કરી ગામનું ભલુ કરવાના ઉચ્ચ હેતુ માટે ઉમદાઅભિગમ અ૫નાવે છે.

      • હાલના સાંપ્રત વાતાવરણમાં કંઇક મેળવવાને બદલે ત્યાગની ભાવના ઉજાગર બને છે. એટલે કે, વાદ નહિ વિવાદ નહિ ૫રંતુ સંવાદ દ્વારા સામૂહિક સર્વસંમત નિર્ણય કરવામાં આવે છે.

      • ગ્રામપંચાયતોની ચૂંટણીઓ દિનપ્રતિદિન ખૂબ જ ખર્ચાળ થતી જાય છે, અને ગ્રામ્ય જીવનમાં મતભેદોનું વાતાવરણ વધારે છે.

      • આવા સંજોગોમાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓ વ્યા૫ક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય, જેથી સ્થાનિક પ્રજા, ગામના વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવી ૫રિસ્િથતિનું નિર્માણ થાય તે જરૂરી છે.

      • બિનહરીફ ચૂંટાય તેવી ગ્રામપંચાયતોને અગાઉ અપાતા રૂ.એક હજાર અને રૂ.બે હજાર (તા.૩/૧૦/૧૯૯૬ થી) ની જગ્યાએ પ્રજાજીવનને સંવાદી બનાવવાના શુભ આશયથી રાજય સરકારે માહે ઓકટોમ્બર-૨૦૦૧ થી આવી ગ્રામપંચાયતોને સબળ પ્રોત્સાહન આ૫વા માટે રૂ.એક લાખ સુધીનું માતબાર અનુદાન આ૫વાનું નકકી કરેલ છે. રૂ. એક લાખ સુધીની સુધારેલ અનુદાન યોજના જે સમરસ ગામ યોજના છે.

      • સને ૨૦૦૧ માં સમરસ ગામ યોજના જાહેર થયા બાદ આજ દિન સુધી ૩૮૭૯ ગ્રામ પંચાયતોને રાજ્ય સરકારશ્રીએ સમરસ જાહેર કરી રૂ. ૨૪૦૫.૨૫ લાખનું અનુદાન આપેલ છે.

      • તદઉ૫રાંત રાજય સરકારશ્રીના ગ્રામાભિમુખ અભિગમના ભાગરૂપે, ટેકનિકલ કારણોસર જે ગ્રામપંચાયતોને સમરસ યોજનાનો લાભ મળેલ ન હતો, તેવી ૧૨૧ ગ્રામપંચાયતોને ૫ણ સમરસ જાહેર કરી રૂ.૭૪.૨૦ લાખનું અનુદાન આ૫વામાં આવેલ છે. આમ કુલ ૩૯૧૫ ગ્રામપંચાયતો, સમરસ ગ્રામપંચાયતો જાહેર થયેલી છે.

      • આ તમામ સમરસ ગ્રામપંચાયતોમાં ગામના વિકાસ માટે અન્ય યોજનાઓના અને ગ્રામપંચાયતના પોતાના ભંડોળ ઉ૫રાંત સમરસ ગામ યોજના હેઠળ મળેલ અનુદાનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે