પાછળ જુઓ

સમરસ ગ્રામ યોજના

 •  
  • અમુક જાણવા જેવું

  • • ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાની વિંઝોલ સમરસ ગ્રામપંચાયત - જેના સરપંચશ્રી તથા અન્ય તમામ સભ્યો મહિલાઓ છે.

   • નવસારી જીલ્લાના જલાલપુર તાલુકાની દાંડી ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલ જે ગેટ વે ઓફ ફ્રિડમ તરીકે ઓળખાય છે.

   • આણંદ જીલ્લામાં પેટલાદ તાલુકાની થામણા સમરસ ગ્રામપંચાયતમાં પીવાનું શુદ્ઘ પાણી આર.ઓ.પ્લાન્ટ દ્વારા સમગ્ર ગામમાં પૂરૂ પાડવામાં આવે છે. અને ૯૦ ટકા સુધી સેનીટેશનનાં કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સમરસ ગામના સરપંચશ્રીને રાષ્ટ્ર૫તિશ્રીના હસ્તે એવોર્ડ મળેલ છે.

   કુલ યોજાયેલ ગ્રામપંચાયત ચૂંટણી કુલ સમરસ ગ્રામપંચાયતની સંખ્‍યા
   ૧૭૧
   ૮૫


   શાળાના, આંગણવાડીના, પીવાના પાણીના, વગેરે કામો કરવા માટે કાર્યરત માણસોને કેટલાંક સમરસ ગામોમાં પસંદ કર્યાના પ્રસંગો - દાખલાઓ બન્‍યા છે.

   • તાજેતરમાં માહે જૂન-૨૦૦૬ માં ૧૭૧ ગ્રામપંચાયતોની થયેલી ચૂંટણીમાં ૮૫ ગ્રામપંચાયતો સમરસ ગ્રામપંચાયત બનેલ છે.

   • પરસ્પર સંવાદથી વિધેયાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે અને સાચોસાચ સદભાવના પણ બની રહે છે. ચાલો આપણે સૌ જીવનના તમામ વ્યવહારમાં સમરસતાની ભાવના વિકસાવીએ. રાજ્યનું દરેક ગામ સમરસ ગામ બને તેવા પ્રયાસો કરીએ.