પાછળ જુઓ

સરદાર પટેલ આવાસ યોજના

  •  
    • સરદાર પટેલ આવાસ યોજના એક રૂપરેખા

    • ગુજરાત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્‍ય કારીગરો માટે રાજય સરકારની ઘરથાળના મફત પ્‍લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે. સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્‍લોટો ૫ર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી. ''મફત પ્‍લોટ મફત ઘર'' એ સૂત્રને સાકાર કરતી સરદાર ૫ટેલ આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી.

      અગાઉ સદરહુ યોજના હેઠળ એક મકાનની કિંમત સામાન્‍ય વિસ્‍તારમાં રૂ.૨૦,૦૦૦/- અને ૫ર્વતીય દુર્ગમ વિસ્‍તારોમાં રૂ.૨૨,૦૦૦/- હતી. જેનો લાભ લઇ લાભાર્થ‍ીઓ પોતે મકાન બાંધી શકતા હતાં. ૫રંતુ સને ૨૦૦૦ થી લાભાર્થ‍ીઓ માટેનાં મકાનો સરકારશ્રી દ્વારા બનાવી આ૫વાની જોગવાઇ કરવામાં આવી.

      તા. ૧-૫-૨૦૦૧ થી સુધારો કરી આવાસની એક યુનિટની કિંમત વધારીને રૂ. ૪૩,૦૦૦/- કરવામાં આવી છે.

      જેમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાની સરકારી સહાય રૂ.૩૬૦૦૦/- છે. રૂ.૭૦૦૦/- લાભાર્થી શ્રમફાળો ગણી લેવામાં આવે છે.