પાછળ જુઓ

સરદાર પટેલ આવાસ યોજના

 •  
  • મકાન બાંધકામની ગુણવત્તાના ધોરણો શું છે?

  • • ઓરડા તથા સંડાસ કમ બાથરૂમનું પ્લીન્થ ઉ૫રનું ચણતર તથા પેરાપેટનું ચણતર પાકી ઇંટોનું ૦.૨૩ મીટર જાડાઇનું સિમેન્ટના હોલો બ્લોક તથા સ્ટોન મેશનરી અને બેલાસ્ટોન વિગેરે સિમેન્ટ રેતી કેલ (૧:૬) માં કરવાનું હોય છે.

   • મકાનમાં આગળ પાછળ લોખંડના વેન્ટિલેટર્સવાળા ફલે૫ શટર સહિતના બે દરવાજા (૫તરાની જાડાઇ ૧૮ ગેઇઝથી ઓછી ન હોવી જોઇએ) નકશામાં જણાવેલ ડિઝાઇન મુજબ ૦.૮૨ મીટર X ૨.૦૦ મીટરનો દરવાજો મૂકવાનો હોય છે.

   • સંડાસનો લોખંડનો સાદો દરવાજો ટાઇ૫ ડિઝાઇન મુજબ ૦.૭૫ X ૨.૦૦ મીટરનો મૂકવાનો હોય છે.

   • મકાનમાં આગળ પાછળની દીવાલોમાં કુલ બે બારીઓ ૦.૭૫ મીટર X ૧.૦૫ મીટરના મા૫ની લોખંડની સેફટી બાર સહિતની મૂકવાની હોય છે.

   • લાભાર્થીની લેખિત માંગણી થયેથી વિકલ્પે પાછળની દીવાલનાં બારણાંને બદલે બારી મૂકી શકાય. આમ એક બારણું તેમજ ત્રણ બારી રાખી શકાય.

   • સંડાસ કમ બાથરૂમમાં સિમેન્ટ ક્રોંક્રિટની પ્રિકાસ્ટ જાળી ૦.૬૦ મીટર X ૦.૬૦ મીટરના મા૫ની મૂકવાની હોય છે.

   • બાથરૂમ કમ સંડાસ માટે ૫૪૦ મીલીમીટર સાઇઝનું ડબલ્યુ સી.ટબ શોકપીટ (કવર સહિત) તથા જરૂરી પાઇ૫ કનેકશન વિગેરેનું કામ કરવાનું હોય છે.