પાછળ જુઓ

શિક્ષણ શાખા

 •  
  • શાખાની કામગીરી
  •  

   ૧. આયોજન શાખા (વહીવટ)

   ખરીદી

   ⅰ સરકારશ્રીના પરિપત્ર અને પથદર્શક સૂચનઓ મુજબ તાબાની પ્રાથમિક શાળાઓમાં ખૂટતા સાધનોની શાળાવાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે માહિતી તૈયાર કરાવવી. આવેલ માહિતીના ગુણદોષની ચકાસણી કરી તે મુજબ જરૂરીયાત વાળી શાળાઓ માટે બહોળી પ્રસિધ્ધી અને પારદર્શિતા માટે રાજ્યના અગ્રેસર દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરખબર આપી સરકાર દ્રારા માન્ય ઈજારદારો પાસેથી ટેન્ડર પ્રક્રિયા દ્રારા ભાવપત્રકો મેળવી સમીક્ષા કરવી. તુલનાત્મક ભાવપત્રક અને માલની ગુણવત્તાની ચકાસણી ટીમ દ્રારા કરાવી નીતિનિયમ મુજબ મંજૂર કરીને જરૂરીયાત વાળી શાળાઓ સાધનોની ભાંગતૂટ થયા વગર વાહન દ્રારા પહોંચતા કરવા.

   ⅱ સ્વભંડોળમાં મંજૂર થયેલી ગ્રાન્ટની ફાળવણી પ્રમાણમાં જરૂરીયાત વાળી શાળાઓની તૈયાર કરેલી યાદી મુજબ ઉપરોક્ત કાર્યવાહી કરીને સાધનોને શાળા સુધી સુખરૂપ પહોંચતા કરવા.

   પ્રિન્ટીંગ

   ⅰ જિલ્લા પંચાયત આયોજન શાખા તેમજ પંચાયત અને વહીવટી શાખા દ્રારા જે તે પ્રેસ ઈજારદાર ના ભાવો મંજૂર થયેલ હોય તે મુજબ જે તે પ્રિન્ટીંગ પ્રેસ પાસે કામગીરી કરાવવી.

   પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રો તેમજ ઉત્તરવહીઓની છપામણી કરવી.

   દ્વિતિય સત્રાંત વાર્ષિકપરીક્ષાના પ્રશ્નપત્રો તેમજ ઉત્તરવહીઓની છપામણી કરવી.

   સમિતિની અન્યશાખાની સ્ટેશનરીનું છાપકામ કરાવવું.

   જિલ્લાની શાળાઓની ભૌતિકસુવિધા પુરી પાડવાની કામગીરી

   ⅰ શાળામાં મંજૂર મહેકમ અને જરૂરીયાત પ્રમાણે ખૂટતા ઓરડાની માહિતી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્રારા મુખ્યશિક્ષક અને એસ.એમ.સી.દ્રારા મેળવવી તેમજ સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર સાથે સમન્વય સાધી ઓરડા બનાવવાનું આયોજન કરવું.

   ⅱ શાળામાં ઓરડા રીપેરીંગ અંગે ની માહિતી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્રારા મુખ્યશિક્ષક અને એસ.એમ.સી.દ્રારા મેળવવી તેમજ સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર સાથે સમન્વય સાધી પુરતા પ્રમાણમાં ગ્રાંટ ફાળવણી કરવી.ફાળવેલ ગ્રાંટ સીધી એસ.એમ.સી.ના બેંક ખાતામાં જમા કરાવી પારદર્શિતાપૂર્વક રીપેરીંગ કામગીરી કરાવવી.

   ⅲ શાળાની અન્ય સુવિધાઓ જેવી કે કમ્પાઉન્ડવોલ, સેનીટેશનયુનિટ,પીવાના પાણીની સુવિધા, વિજળીકરણ માટે પ્રાથમિક શિક્ષણનિયામકશ્રી દ્રારા અને જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ગ્રાન્ટની જોગવાઈ કરવી. ફાળવેલ ગ્રાંટ સીધી એસ.એમ.સી.ના બેંકખાતામાં જમા કરાવી પારદર્શિતાપૂર્વક કામગીરી કરાવવામાં આવે છે.


   ર. પ્રાથમિક શિક્ષક /વિદ્યાસહાયક મહેકમ શાખા (વહીવટ)

   ⅰ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં લાયકાત મુજબના અને માનનિય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી અને રાજ્ય પસંદગી સમિતિ દ્રારા પસંદ થઈ આવેલ શિક્ષક,વિદ્યાસહાયક મુખ્ય શિક્ષકને સ્થળ પસંદગી આપવી.

   ⅱ પ્રાથમિક શિક્ષકોની નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ,રાજીનામા મંજૂર કરવા

   ⅲ પ્રાથમિક શિક્ષકોની વધ-ઘટ,અરસ-પરસ,તાલુકાફેર બદલી તેમજ જનરલ બદલી.ઓની કાર્યવાહી

   ⅳ સરકાર તરફથી ખાસ કિસ્સામાં કરેલ બદલીઓને સ્થળ પસંદગી અનુસાર નિમણુંક આપવી.

   ⅴ બદલી ભરતીના તમામ રજીસ્ટરો નિભાવવા અને તેમાં આપેલ વિગતો મુજબ આવેલ ટપાલ તેમજ કરેલ કાર્યવાહી મુજબ નોંધ કરવી.

   ⅵ ૯૦ થી ૨૭૦ તમામ અસાધારણ રજાઓની તાલુકા પંચાયતની કચેરી તરફથી આવેલ દરખાસ્તે તપાસી રજા મંજુર કરવી.

   ⅶ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્રારા આવેલ સેટ-અપના પરિપત્ર મુજબ શાળા વાર માહિતી મંગાવીને સેટ-અપ રજીસ્ટર તૈયાર કરવું અને શિક્ષકોનું મહેકમ મંજુર કરાવવું.

   ⅷ પાસપોર્ટ કઢાવવા માટેની મંજૂરીની કાર્યવાહી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્રારા કરાવવી.

   ⅸ પ્રાથમિક શિક્ષકો-વિધાસહાયક તેમજ મુખ્યશિક્ષકનું રોસ્ટર રજીસ્ટર નિભાવવું.

   ⅹ હ્રદયરોગ-કીડની -કેન્સર જેવા રોગોના તા.પ્રા.શિ.દ્રારા આવેલ દવા બીલો-સારવારની મંજૂરી અર્થેની દરખાસ્ત મંજૂર કરવી કરાવવી.

   ⅺ દર માસે શાળાઓ તરફથી આવતા માસીક પત્રકોની જાળવણી તેમજ તેની બીટ કે.નિ.શ્રી દ્રારા ખરાઇ કરાવવી.

   ⅻ નિમણુંક થયેલ વિધાસહાયકના અસલ પ્રમાણપત્રની જાળવણી તેમજ તેની ખરાઇ કરાવવી.

   ⅹⅲ પ્રાથમિક શિક્ષકો- વિધાસહાયકોની સામેની શિસ્તવિષયક તપાસ અંગેની કાર્યવાહી

   ⅹⅳ આશ્રમશાળાના શિક્ષકોને શિક્ષણવિભાગના નિતીનિયમ અનુસાર લીયન આપવાની કામગીરી.

   ⅹⅴ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાંથી માંગેલ પરિપત્રક મુજબની આંકડાકીય માહિતી શાળાઓ તથા તા.પ્રા.શિ.નીકચેરીમાંથી મંગાવીને ખરાઇ કરીને મોકલવી.

   ⅹⅵ પ્રાથમિક શિક્ષકોની ચાલુ નોકરી દરમ્યાન ઉચ્ચ અભ્યાસ માટે ગુણદોષની ચકાસણી કરી મંજૂરી.

   ⅹⅶ પ્રાથમિક શિક્ષકોને લગતા ઓડીટ પેરા ના જવાબ આપી પૂર્ણ કરવા.

   ⅹⅱⅹ નવા - પ્રવેશ અને સતત ગેરહાજર વિધાર્થીઓને લગતી માહિતી


   ૩. કચેરી મહેકમ અને બીટ મહેકમ

   ⅰ કચેરીના તાબા હેઠળના કે.નિ.ઓની બદલી,બઢતી, રજા,ઇજાફા,પગાર,પગાર બાંધણીની કામગીરી અને સેવાપોથી નિભાવવી.

   ⅱ શાખાના કર્મચારીઓની રજા , ઇજાફા, પગાર બાંધણી ની કામગીરી અને સેવાપોથી નિભાવવી

   ⅲ શાખા કર્મચારીઓ અને કે.નિ.શ્રીઓની હ્રદયરોગ, કિડની જેવા રોગોની સારવાર માટે મંજુરીની કાર્યવાહી કરવી.

   ⅳ કેળવણી નિરીક્ષકોનું રોસ્ટર રજીસ્ટર નિભાવવું.

   ⅴ શાખાના કર્મચારીઓ અને કેળવણી નિરીક્ષકોના પેન્શન કેસ તૈયાર કરવા,રજા રોકડ રૂપાંતરના હુકમો કરવા.

   ⅵ શાખાના કર્મચારીઓ અને કે.નિ.શ્રી.ઓના જનરલ પ્રો.ફંડના ઉપાડ મંજુર કરવાની કામગીરી.

   ⅶ શાખાના કર્મચારીઓ અને કેળવણી નિરીક્ષકોના ખાનગી એહવાલની કામગીરી કરવી.


   ૪. બાલમંદિર,નામ, અટક,જાતિ ફેરફાર

   ⅰ સમાજ કલ્યાણ સંધ સંચાલિત તથા ખાનગી માન્ય ગ્રાન્ટેડ બાલમંદિરોની ગ્રાંટ ગણતરી પત્રક દરખાસ્તની કામગીરી.

   ⅱ કેળવણી નિરીક્ષકરી દ્રારા ચકાસણી થઇને આવેલ બાલમંદરની દરખાસ્તો ચેક કરી શાખા અધિકારી શ્રીને નોંધ તથા સહી અર્થે સાદર કવી.

   ⅲ સદર કામ શાખા અધિકારીશ્રી મારફતે હિસાબી શાખા અને ઓડીટમાં રજુ કરી ગ્રાન્ટેડ બાલ મંદિરોને તાલુકવાર ફાળવણી કરવી.

   ⅳ ડી.ડી. / ચેક સમાજકલ્યાણ સંધને રીસીપ્ટ લઇ સુપ્રત કરવા.

   ⅴ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા તેમજ ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ અટક કે જાતિમાં થયેલ ભૂલની નિયત નમૂનામં અરજીપત્રક સ્વીકારી સ્થળ તપાસ સોંપી ફેરફાર કરવો અને પ્રમાણપત્ર આપવું.

   ૪.૧ અન્યકામગીરી

   ⅰ વિધાદીપ સુરક્ષા યોજના શિક્ષણ વિભાગ તથા નિયામકશ્રી શિક્ષણ તરફથી થયેલા સુચનો નિયમો-પરિપત્રો-પ્રમાણે આચાર્યશ્રી તથા તાલુકા કેળવણી નિરીક્ષક મારફતે આવેલ દરખાસ્ત તૈયાર કરી સાદર કરવી.

   ⅱ ઉકત બાબત ઇન્સ્યોરન્સ કંપની અરજદાર અને આચાર્યશ્રીને જાણ કરવી.

   ⅲ કેળવણી નિરીક્ષકશ્રીઓ (બીટ-વહિવટ તમામ) પ્રવાસ ડાયરી મંજુર કરવાની કામગીરી.

   ⅳ સરકારશ્રી તથા જિલ્લા પંચાયતા સ્વભંડોળના નિયમો પરિપત્રો, અન્વયે શાળાના વાહનો અંગેની કામગીરી .

   ⅴ વિધાસહાયકો / પ્રાથમિક શાળાના શિક્ષકો ની તપાસ કરવી ઇન્કવાયરી-અહેવાલ આપવો.

   ⅵ કોર્ટ કેસની કામગીરી કરવી.

   ⅶ શિષ્યવૃત્તિ પરીક્ષાના પરીપત્રો તેમજ રાજય પરીક્ષા બોર્ડને લગતી તમામ કામગીરી.

   ⅷ શ્રેષ્ઠશાળાને ઇનામ તેમજ તેને લગતી ગ્રાન્ટ ફાળવવા બાબત.

   ⅸ ૧૫ મી ઓગસ્ટ, ૨૬ મી જાન્યુઆરી તેમજ રાષ્ટ્રીય તહેવારને લગતી તમામ કામગીરી.

   ⅹ જિલ્લા તેમજ તાલુકા કક્ષાની રમતોત્સવની ગ્રાન્ટ ફાળવવાની કામગીરી.

   ⅺ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળા,કન્યાકેળવણી તેમજ પ્રવેશોત્સવને લગતી તમામ કામગીરી.

   ⅻ રાજય પારિતોષિક એવોર્ડ વિજેતા શિક્ષકો તેમજ વિધાસહાયક ને લગતા આચાર્યોને લગતા સેમીનાર તેમજ ગ્રાન્ટની કામગીરી.

   ⅻⅰ કોમ્પ્યુટરને લગતી કામગીરી તેમજ ટી.વી.ની કામગીરી બાબત.

   ⅹⅳ સૈનિક દિન, શિક્ષકદિન તેમજ સ્કાઉટ ગાઇડને લગતી કામગીરી બાબત.


   ૫. રજીસ્ટ્ર્રી શાખા (ટપાલ)

   ⅰ આવક રજીસ્ટરમાં ટપાલની નોંધ કરી સબંધિત શાખાને સહી લઇ આપવી.

   ⅱ જાવક રજીસ્ટર નિભાવવું ટપાલ ટીકીટોની નોંધ કરવી.

   ⅲ અન્ય કચેરી પાસેથી, શાખાઓ પાસેથી ટપાલો સ્વીકારવી.

   ⅳ સર્વીસ સ્ટેમ્પની માંગણી કરવી.

   ⅴ રજીસ્ટર એ.ડી., યુ.પી.સી. તથા પરીપત્રોની કામગીરી.

   ⅵ જુદા જુદા પત્રોના રજીસ્ટરો નિભાવવા.


   ૬. પેન્શન શાખા (વહીવટ)

   ⅰ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના નિવૃત્ત થનાર પ્રાથમિક શિક્ષકોના પેન્શન કેસોની સમયસર કાર્યવાહી કરવી.

   ⅱ નિવૃત્તિના ૧૮ માસ પહેલા જે તે પ્રાથમિક શિક્ષકોના કેસ પેપર મેળવવા.

   ⅲ પેન્શન કેસને લગતા જરૂરી કાગળો તૈયાર કરવા.

   ⅳ સેવાપોથીની પેન્શન પાત્ર નોકરી અંગેની ચકાસણી કરવી.

   ⅴ નિવૃત્તિ વય પછી કરવામાં આવતી નોંધોની ચકાસણી કરવી.

   ⅵ જન્મતારીખની ખરાઇ કરેલ છે કે કેમ? તેની ચકાસણી કરવી.

   ⅶ જન્મતારીખની ખરાઇ કરેલ છે કે કેમ? તેની ચકાસણી કરવી.

   ⅷ રજાના હિસાબો પ્રમાણિત કરેલ છે કે કેમ? તેની ચકાસણી કરવી.

   ⅸ જોડાણ-૮ અને એલ.પી.સી. પર પ્રતિ હસ્તાક્ષર કરાવવા.

   ⅹ રીવાઇઝ પેન્શનની કામગીરી કરવી.

   ⅺ કુટુંબ પેન્શનની કામગીરી કરવી.

   ⅻ કોમ્યુટેડ પેન્શનની મુદ્‍ત પુર્ણ થતા કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરવી.

   ⅻⅰ વાંધા હેઠળ આવેલ કેસોની નિયત સમયમાં નિકાલ કરવો.   ૭. ખાનગી પ્રાથમિક શિક્ષણ (વહીવટ)

   ⅰ નવી ખાનગી પ્રાથમિક શાળા મંજુર કરવી, વર્ગો મંજુર કરવા.

   ⅱ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષક નિમવાની પ્રક્રિયા કરવી.

   ⅲ ખાનગી પ્રાથમિક શાળાનું નિયંત્રણ કરવું.

   ⅳ ખાનગી પ્રાથમિક શાળાની ફી મંજુર કરવી.

   ⅴ ખાનગી પ્રાથમિકશાળાના વહીવટ ફેરફાર,સ્થળ ફેરફાર,નામ ફેરફાર,કરવાની દરખાસ્તની કામગીરી.

   ⅵ ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવા અંગેની દરખાસ્તની કામગીરી.

   ⅶ શાળાના સ્કૂલ લીવીંગ સર્ટી.માં કાઉન્ટર સાઇન કરાવવા અંગેની કામગીરી.   ૮. જનરલ પ્રોવિડન્ટ શાખા (હિસાબી)

   ⅰ અમદાવાદ જિલ્લા પંચાયતના ૧૦ તાલુકાઓનાં શૈક્ષણિક કર્મચારીઓના જનરલ પ્રો.ફંડના તાલુકાઓ માંથી આવતી માસીક કપાતના આધારે હિસાબો નિભાવવા,નંબર ફાળવણી,નોમીનેશન વગેરે સહિતની કામગીરી

   ⅱ તાલુકામાંથી ડીડી/ચેક મળ્યા બાદ તેના ચલણો તૈયાર કરવી બેન્કમાં જમા કરાવવા.

   ⅲ ખાતા મુજબ લેજરમાં પોસ્ટીંગ કરવું.

   ⅳ ખાતામાંથી કર્મચારીઓના માંગણી મુજબ અંશતઃઆખરી ઉપાડ મંજુર કરી નિયમ મુજબ ચુકવણીની કાર્યવાહી.

   ⅴ બ્રોડશીટ તૈયાર કરવી, કેશબુક તૈયાર કરવી.

   ⅵ વર્ષના અંતે તમામ પ્રા.શિક્ષકોના જમા /ઉધારના હિસાબો વ્યાજ ગણતરી સાથે તૈયાર કરી,વ્યકિતગત સ્લીપો તૈયાર કરવી તથા તાલુકામાં વહેંચણીની કામગીરી.

   ⅶ જી.પી.એફ.એકાઉન્ટમાં કોઇ ભૂલ કે ખોટું પોસ્ટીંગ હોય તો તેની સુધારણા કરી હિસાબોનું રીકન્સીલેશન કરવું.

   ⅷ કર્મચારીઓના મૃત્યના કેસોમાં વારસાઇ નોમીનેશનના આધારે લીન્ક ઇન્સ્યોરન્સના બીલો બનાવી ચુકવણું કરવું.

   ⅸ જિલ્લાફેર થયેલ કર્મચારીના કેસોનું ઓડીટ કરાવી સબંધિત જિલ્લા/તાલુકામાં ડીડી/ચેક દ્રારા બેલેન્સ તબદીલ કરવું, તેમજ જિલ્લાફેર થી આવેલ કર્મચારીના નાણાં તબદીલ કરાવવા કાર્યવાહી કરવી.

   ⅹ દર વર્ષે જી.પી.એફ. એકાઉન્ટનું સહાયક નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડોળ-હિસાબ દ્રારા ઓડીટ કરવાની કાર્યવાહી.

   ⅺ ઓડીટ મુજબના હાફમાર્જીન -પારા વગેરેના જવાબો કરાવવા. ⅻ જિલ્લા તિજોરી કચેરીમાંથી ચેકબુક મંગાવી તેનું રજીસ્ટ નિભાવવું.   ૯. મકાન વાહન પેશગી શાખા (હિસાબી)

   ⅰ મકાન વાહન પેશગીના હિસાબો નિભાવવા.

   ⅱ તાલુકામાંથી મળતા કપાતના ડીડી/ચેકના આધારે ચલણ તૈયાર કરી બેન્કમાં જમા કરાવવા.

   ⅲ ખાતા વાઇઝ પોસ્ટીંગની કામગીરી.

   ⅳ હિસાબો તૈયાર કરી નિયમાનુસાર વ્યાજ ગણતરી પત્રક ઇસ્યુ કરવું.

   ⅴ મુદ્‍લ વ્યાજ ની સંપૂર્ણ કપાત પુરી થયેના લેણા પ્રમાણપત્ર ઇસ્યુ કરવું.   ૧૦. પગાર-જુથ વીમા શાખા (હિસાબી)

   ⅰ શૈક્ષણિક (કે.નિ.) તેમજ બીન શૈક્ષણિક કર્મચારીઓના પગાર-ભથ્થા-મેડીકલ એરીયર્સ કન્ટીઝન્સી વગેરે બીલો બનાવી ચુકવવાની કાર્યવાહી.

   ⅱ પગારની કપાતો સબંધિત સદરે ચલણથી જમા કરાવવી.

   ⅲ તમામ ૧૦ તાલુકાના શૈક્ષીણક કર્મચારીઓના જુથ વીમાની બીલો બનાવી ચુકવવાની કાર્યવાહી.

   ⅳ ઇન્કમટેક્ષ કપાત કરી ફોર્મ-૧૬ બનાવવાની કાર્યવાહી.

   ⅴ કેશિયર તરીકે શાખા ઇમ્પ્રેસ્ટની કામગીરી.   ૧૧. ગ્રાન્ટ શાખા (હિસાબી)

   ⅰ પ્રાથમિક શિક્ષકોના પગાર - નિભાવ અનુદાન

   ⅱ શાળા ડેટમ ગ્રાન્ટ

   ⅲ શાળા ઓરડા મરામત ગ્રાન્ટ

   ⅳ બાલમંદિર ગ્રાન્ટ

   ⅴ શિષ્યવૃત્તિ ગ્રાન્ટ

   ⅵ એવોર્ડ ગ્રાન્ટ

   ⅶ વિધાસહાયકોના પગાર-ભથ્થાની ગ્રાન્ટ

   ⅷ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી

   ⅸ શાળા સ્વચ્છતા સંકુલ

   ⅹ રમતોત્સવ   ૧૨. વિધાલક્ષ્મી બોન્ડ યોજના શાખા (હિસાબી) (ચાર્જ)

   ⅰ સરકારશ્રીના પરિપત્ર મુજબ ધો.૧ માં પ્રવેશ મેળવનાર કન્યાઓને રૂ.૧૦૦૦/- નું બોન્ડ આપવાની તમામ કામગીરી.

   ⅱ તાલુકાવાર કન્યાઓ પ્રવેશની માહિતી તૈયાર કરવી.

   ⅲ તાલુકાવાર મહિલા સાક્ષરતા દરનું રજીસ્ટર બનાવવું.

   ⅳ વિધાલક્ષ્મી બોન્ડના પ્રમાણપત્રો તૈયાર કરાવવા.

   ⅴ વિધાલક્ષ્મી બોન્ડ ઇસ્યુ રજીસ્ટર તૈયાર કરવું.   ૧૩. અન્ય કામગીરી શાખા (હિસાબી) (ચાર્જ)

   ⅰ પી.આર.સી. પારાની કામગીરી

   ⅱ એ.જી.ઓડીટ પારાની કામગીરી

   ⅲ લોકલફંડના પારાની કામગીરી

   ⅳ અંદાપત્ર તૈયાર કરવાની કામગીરી   ૧૪. કોમ્પ્યુટર ઓપરેટીંગ

   ⅰ તમામ શાખાના પત્રકો અને દસ્તાવેજોનું ડેટા એન્ટ્રી કરવી. ડેટાને કોમ્પ્યુટરમાં જાળવવો.