પાછળ જુઓ

મહેકમ શાખા

  •  
    • શાખાની કામગીરી
    •  

      ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો-૧૯૯૮ નાં નિયમોની અનુસુચિ-૧ થી ૫ થી નક્કી કર્યા મુજબ નાં તમામ સંવર્ગનાં કર્મચારીઓની સેવાકીય બાબતો અન્વયેની કામગીરી નિમણુંક સત્તાધિકારીનાં નિયમો, તેમજ સંવર્ગ નાં કર્મચારીઓએ બજાવવાની ફરજો જે શાખાને લગત હોય તે શાખાનાં નાં નિયંત્રણ હેઠળ થાય છે. જે વિગતો જોતાં જીલ્લા પંચાયત હેઠળની શાખાઓ પૈકી મહેકમશાખા, હિસાબીશાખા, આરોગ્યશાખા, બાંધકામશાખા, આઇસીડીએસશાખા, ખેતીવાડીશાખા, સહકારશાખા, સિંચાઇશાખા, કુંટુબ કલ્યાણશાખા, મેલેરીયાશાખા, શિક્ષણશાખા અને પશુપાલનશાખા માં જુદા-જુદા સંવર્ગનાં કર્મચારીઓની સેવાવિષયક કામગીરી થાય છે. મહેકમશાખામાં નાયબચીટનીસ, વિસ્તરણ અધિકારી(પંચાયત), વિસ્તરણ અધિકારી(સહકાર), આંકડા મદદનીશ, સીનીયર કલાર્ક, જુનીયર કલાર્ક, તલાટી કમ મંત્રી, ડ્રાઇવર, ટાઇપીસ્ટ અને પટ્ટાવાળા સંવર્ગ ની નીચે જણાવેલ સેવા વિષયક કામગીરી કરવામાં આવે છે.

      • કર્મચારીઓની નિમણુંક માટે માંગણીપત્રક મોકલવુ, પસંદગીયાદી મળ્યે તેની નિમણુંક આપવા અંગેની કામગીરી.

      • કર્મચારીઓની ફેરબદલીઓ તથા આંતર જીલ્લા ફેરબદલીની કામગીરી.

      • કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં સમયાંતરે બઢતી આપવાની કામગીરી.

      • કર્મચારીઓ સામેની ફરીયાદો અન્વયે પ્રાથમિક તપાસ, તેમજ ખાતાકીય તપાસની કામગીરી અને દોષીત કર્મચારીઓ સામે શિસ્ત અને અપીલનાં નિયમો અન્વયે શિક્ષાની કામગીરી.

      • કર્મચારીઓની સીનીયોરીટી બહાર પાડવી અને તેને લગતા ડીમડેઇટ, સ્ટેપીંગ અપનાં લાભો આપવાની કામગીરી.

      • કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ નાં નિયમો અન્વયેનાં તમામ લાભો મંજુર કરવાની કામગીરી.

      • કર્મચારીઓને તાલીમ આપવાની અને ખાતાકીય/ભાષાકીય પરીક્ષા ની કામગીરી.

      • જીલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ની તમામ કામગીરી જેમાં ભરતી, બઢતી વિગરે.

      • કર્મચારીઓનાં અવસાનનાં કિસ્સામાં રહેમરાહે નોકરી આપવા અંગેની દરખાસ્તો ની કામગીરી.

      • જીલ્લા પંચાયત હસતકનાં શાખાધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓની સેવાવિષયક કામગીરી, તેમજ પ્રાથમિક તપાસ અને ખાતાકીય તપાસની કામગીરી.

      • જે સંવર્ગોનાં નિમણુંક સત્તાધિકારી જીલ્લા વિકાસ અધિકારી છે તે સંવર્ગની તમામ શાખાઓની ફાઇલનું કેન્દ્રીયકરણ મહેકમશાખામાં કરવામાં આવેલ હોય તે તમામ ફાઇલોની ચકાસણીની કામગીરી.

      • રોસ્ટર રજીસ્ટર ની ચકાસણી અને તેની અમલવારીની કામગીરી.

      • કર્મચારીઓનાં ખાનગી અહેવાલની સમિક્ષા તેમજ જાળવણી.

      • સરકાર કક્ષાએ એકત્રીકરણ કરી મોકલવાની થતી તમામ પ્રકારની સેવા વિષયક માહિતીઓ મેળવવાની અને મોકલવાની કામગીરી.

      • કર્મચારીઓ ની સેવા વિષયક બાબતે નાં જિલ્લા/હાઇકોર્ટ નાં કોર્ટકેસો, ટ્રીબ્યુનલનાં કેસો, અપીલો વિગરેમાં સરકાર પક્ષે બચાવની કામગીરી.