પાછળ જુઓ

ગ્રામસભા યોજના

  •  
    • ગ્રામસભા યોજના

    • માન.મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧/૧૦/૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામ સભાઓની અસરકારક કામગીરી શરૂ થયેલ છે. ગ્રામ સભાઓ લોકસશક્તિકરણ અને લોકભાગીદારીથી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહેલ છે.

      ગ્રામસભા-ઉદેશો

      • લોકસશક્તિકરણ

      • તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડતું માધ્યમ.

      • ગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક.

      • અધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક

      • લોકભાગીદારી

      • સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ.



      ગ્રામસભાના ચર્ચા માટેના મુદ્દાઓ

      • પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા.

      • વિવિધ કાર્યક્રમો/યોજનાઓ વિષે જાણકારી અને કામગીરીની સમીક્ષા.

      • ગામના વિકાસના પ્રશ્નો અને વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ.

      • ક્ષેત્રિય કર્મચારીઓની હાજરી અને કામગીરી બાબતે ચર્ચા અને સમીક્ષા.

      • જુદીજુદી યોજનાઓ નીચે લાભાર્થીઓની પસંદગી.

      • ભૂખમરા અને કુપોષણ અંગેના નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે ૮ યોજનાઓની સમીક્ષા.

      • મફત કાનૂની સહાય અંગેની જોગવાઇઓ બાબતે લોકોને જાણકારી.

      • કરવેરા વસુલાત અને આકારણીની કામગીરીની સમીક્ષા.

      • ગામના નમુના નં.૬ ની નવી પાડેલી નોંધોનું વાંચન.

      • ગૌચર, ગામતળ અને રસ્તાના દબામો બાબતે ચર્ચા.

      • લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧-૧૦-૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામસભાઓની અસરકારક આયોજન શરૂ થયેલ છે.

      • અવિરત ગ્રામ સભાઓ યોજી કુલ દસ તબક્કાઓમાં કુલ ૧,૭૧,૩૧૦ ગ્રામ સભાઓ મળી છે.

      • ૧,૩૯,૦૫,૫૦૮ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે. તેમના દ્વારા ૭,૦૭,૮૮૭ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે. તે પૈકીના ૭,૦૦,૦૪૫૨ (૯૮.૯૫ ટકા) પ્રશ્નોનો અત્યાર સુધીમાં નિકાલ કરવામાં આવેલ છે. જ્યારે ૭,૪૩૫ (૧.૦૫ ટકા) પ્રશ્નો બાકી રહેલ છે.