પાછળ જુઓ

સિંચાઇ શાખા

 •  
  • શાખાની કામગીરી
  •  

   ભાવનગર જિલ્લાના દુરવર્તી ગામડાઓમાં નાની સિંચાઇના કામો ખેતી માટે જીવાદોરી સમાન છે. નાની સિંચાઇના કામોનું ઝડપી કરી શકાય છે અને તેના લાભો તાત્કાલિક મળવાને કારણે તેનું મહત્વન વધારે છે. નાની સિંચાઇના કામોને વેગ આપવા જિલ્લા પંચાયતમાં એક વિભાગીય કચેરી તથા તેના નિયંત્રણ હેઠળ ભાવનગર જિલ્લામાં નીચે જણાવ્યા મુજબ પેટા વિભાગો કામગીરી બજાવે છે.

   ચેકડેમ પંચાયત પેટા વિભાગ,ભાવનગર

   સિંચાઇ પંચાયત પેટા વિભાગ, ભાવનગર

   નાની સિંચાઇના કામો અંતર્ગત નાની સિંચાઇ યોજના અનુ. તળાવ, ચેકડેમ, આડબંધના કામો તેમજ પુર નિયંત્રણ અને પાણી નિકાલના કામો હાથ ધરવામાં આવે છે.

   નાની સિંચાઇ યોજના

   સને ૧૯૬૩ માં પંચાયતી રાજ અમલમાં આવતાં હયાત સિંચાઇ તળાવોની મરામત અને નિભાવણીની કામગીરી જિલ્‍લા પંચાયતને સોંપવામાં આવેલ છે. હાલમાં વિભાગ હસ્‍તક ૪૪ નાની સિંચાઇ યોજનાઓ આવેલ છે. જેની સિંચાઇ ક્ષમતા ૩૩૩૭ હેકટર છે. આ તળાવો જુના હિમાયતી તળાવો હોવાથી તેમજ ગામની નજીક હોવાથી પાણીનો ઉપયોગ પશુઓને પીવા તથા ગૃહ વપરાશમાં થતો હોઇ સિંચાઇમાં પાણીનો ઉપયોગ થઇ શકતો નથી. તેમ છતાં ચાલુ વર્ષે વિભાગ ધ્‍વારા ૫૨૫ હેકટરની સિંચાઇ કરવામાં આવેલ છે.

   અનુશ્રવણ તળાવો

   જિલ્‍લામાં મોટાભાગના વિસ્‍તારમાં કુવા/પાતાળકુવા ધ્‍વારા સિંચાઇ થાય છે. આથી ભુગર્ભના પાણીના વપરાશ વધુ થવાને કારણે વર્ષોવર્ષ ભુગર્ભમાં પાણીના તળ નીચા જાય છે. તળાવો બનાવી વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે તો તે ભુગર્ભ જળ પુનઃવસન માટે ઉપયોગી બને તે આશયથી વિભાગ ધ્‍વારા અનુ. તળાવના ૮૧ કામો અને સેઇફ સ્‍ટેજ લેવલ તળાવ / બંધ સુધારણાના ૧૨૯ કામો પૂર્ણ કરવામાં આવેલ છે. એના કારણે ભુગર્ભ જળરાશી વપરાશમાં સારો એવો ફાયદો થયેલ છે.

   ચેકડેમ યોજનાઓ

   જિલ્‍લામાં આવેલ નદીઓ અને વહેળાઓ ઉપર કુલ : ૪૪ ચેકડેમના કામો હયાત છે. જેમાં પાણીનો સંગ્રહ થતાં ભુગર્ભ જળ પુનઃવસનમાં આ કામો ઉપયોગી થયેલ છે. તેમજ સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના હેઠળ ૨૪ ચેકડેમ બનાવેલ છે. ગત વર્ષ ભારે વરસાદના કારણે ચેકડેમને થયેલ નુકસાનના કામોની મરામતનું આયોજન ચાલુ વર્ષે કરવામાં આવી હોય જેથી પાણીનો પૂરેપુરો સંગ્રહ થઇ ભુગર્ભ જવાના તળ ઉવાશે. સિંચાઇનો આડકતરો લાભ થશે.

   પૂર નિયંત્રણ અને પાણી નિકાલના કામો

   નદીઓ / વહેળાઓમાં પુર આવવના કારણે ગામતળની જમીનને તથા માલ-મિલકતને થતું નુકશાન અટકાવવા વિભાગ દ્વારા પુર નિયંત્રણના કામો હાથ ધરવામાં આવે છે. સદરે હેડ સ્‍પેશીયલ કોમ્‍પોનન્‍ટના કામો હાથ ધરી જમીન તથા માલ મિલકતને થતું નુકસાન અટકાવવામાં આવે છે. ચાલુ ચાલે ૬૨ કામો હાથ ધરવાનું આયોજન છે. ઉપરોક્ત કામો ઉપરાંત જિલ્‍લા આયોજન મંડળ દ્વારા મંજૂર થતાં નીચે મુજબના કામોની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.

   ૧ પીવાના પાણીના બોર, સબ પંપ, કોલમ પાઇપ વગેરે.

   ૨ પીવાના પાણીના સ્‍ટેન્‍ડ, પોસ્‍ટ તથા પાઇપલાઇન

   ૩ પુર નિયંત્રણ દિવાલ/ આડબંધ

   ૪ નાની સિંચાઇના કામો.

   ૫ ૧૩ મું નાણાપંચ

   ૬ એન.આર.ઇ.જી.એ.